અવસર સુરત

“અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,

જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.”

-આસિમ રાંદેરી

અમદાવાદ અને વડોદરામાં પોતાના સાહિત્ય અને સંગીતના સૂરોથી સફળતાપૂર્વક ખીલ્યાં બાદ

‘અવસર પરિવાર’ હવે સુરતના આંગણે………

ઇતિહાસ જાણે છે કે સુરત પોતાની સાહિત્યિક અને સંગીતમય સંસ્કૃતિ માટે જાણીતું છે જ અને એમાંય હવે ‘અવસર પરિવાર સુરત’ નું રંગીન પીછું જોડાવા જઇ રહ્યું છે.જેને સફળ બનાવવા તમારા સમય અને યોગદાનની જરુર છે.’અવસર પરિવાર’ એ એવું પરિવાર છે જે કોઇપણ જાતની નાંણાકિય લેવડદેવડ વગર ચાલે છે.’અવસર પરિવાર સુરત’માં જોડાવા માટે કોઇપણ પ્રકારની ફિ ની જરુર નથી, ફક્ત તમારા સહકાર અને યોગદાનની જરુર છે.

અવસર પરિવાર’ એ એવું પરિવાર છે જ્યાં આબાલ,વુદ્ધ,યુવાન સૌ સાથે મળીને કાવ્યો રજુ કરે છે, સંગીતની રેલમછેલ થાય છે, અને એકબીજાની રચનાઓનો આસ્વાદ માણે છે.

‘અવસર પરિવાર બેઠક’

‘અવસર પરિવાર’માં દર મહિને એક બેઠકનું આયોજન કરવામાં આવે છે જેમાં નવોદિત કવિઓ,ગાયકો,સંગીતકારો સૌ ભેગા મળીને મહેફિલનો માહોલ બનાવે છે.

‘અવસર પરિવાર કાવ્યોત્સવ’

નવોદિત કવિઓ માટે અવસરનો પોતીકો અવસર એટલે ‘અવસર કાવ્યોત્સવ’ જ્યાં ઉગતા કવિઓ રજુ કરે પોતાની રચનાઓ……..

ચાલો આવો અને ‘અવસર પરિવાર સુરત’માં જોડાવો અને ગુજરાતી સાહિત્ય અને સંગીત વધારે સમ્રુદ્ધ બનાવો………

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,

અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.”

– ગની દહીંવાલા

અવસર અમદવાદ ના કાર્યક્રમોની વીગતો, સભ્યો ને ઇ-મેલ, એસ.એમ.એસ અને ફેસબુક દ્વારા જણાવાય છે,

આપ પણ જો અવસરનાં કાર્યક્રમોમાં હાજરી આપવા ઇચ્છ્તા હો તો,  અહીં ક્લીક કરી આપની માહિતી આપો.