માણેલા પર્વ

અવસર પરિવારના મંચ પરથી રજુ થયેલા પર્વ આ મુજબ છે:-

૧:રાધા-કૃષ્ણ:-

અવસર પરિવારે પોતાના પર્વ અને પરિવારના શુભકાર્યની શરૂઆત પ્રભુ વંદના સાથે કરી હતી.આ પર્વ ની ઉજવણી વખતે એક યોગાનુયોગ હતો.આ પર્વ જન્માષ્ટમીના પવિત્ર તહેવારની તુરંત બાદ ઉજવાયો હતો.જેમાં નીજાનંદ મેળવી પરિવારના લોકો અને શ્રોતાઓએ આનંદ મેળવ્યો હતો.

૨:પ્રેમ:-

અવસર પરિવાર દ્વારા તેના બીજા પર્વમાં પ્રેમની અનુભૂતિને રજુ કરી હતી.પ્રેમએ કરવાની વસ્તુ નથી એ આપોઆપ થઇ જવાવાળી વસ્તુ છે.આ વખતે શ્રોતાઓની હાજરી પ્રથમ પર્વ કરતા વધુ જોવા મળી હતી.

:માણસ,આંખો,ઈચ્છાઓ:-

અવસર પરિવાર દ્વારા તેનો ત્રીજો પર્વ માણસ,આંખો અને ઈચ્છાઓ કાંક્ષિતભાઈના ઘરે ઉજવાયો. જેમાં તેમના દ્વારા જ લખાયેલી અને સ્વરબધ્ધ થયેલી કવિતાનું અવસર પરિવારના લોકોએ ભેગા થઇ પર્વની શરુઆત અને અંતમાં સમુહગાન કર્યું હતું, જેનું ટીવી-૯ પર પ્રસારણ કરવામાં આવ્યું હતું.

:સભર-સુરાહી:-

ગુજરાતી સાહિત્યમાં જેને અન્ય ની સરખામણીમાં ઓછુ મહત્વ મળ્યું છે તે ગઝલ ને અવસર પરિવાર દ્વારા તેના ચોથા પર્વમાં “સભર-સુરાહી” રૂપે ઉજવીને મહત્વ આપ્યું. લોકો માં ગઝલ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીને તેની રજૂઆત કરી હતી.

:અવિનાશી અવસર:-

ગુજરાતી સંગીતમાં જેમના સૌથી ઉત્તમ અને વધુ ગીતો છે તેવા સ્વ.શ્રી અવિનાશ વ્યાસના ગીતો ને “અવિનાશી અવસર”ના નામ હેઠળ રજુ કર્યો. જેમાં અવિનાશ વ્યાસ ની રચનાઓ ને અવસર ના મંચ પરથી રજુ કરીને એક શ્રદ્ધાંજલિરૂપે આ પર્વ યોજાઈ ગયો.

:પુરષોત્તમ પર્વ-પુરષોત્તમ ઉપાધ્યાય ના જાજરમાન ગીતો:-

ગુજરાતી સંગીત નું બીજું જાણીતું નામ એટલે શ્રી પુરષોત્તમ ઉપાધ્યાય.અવસર પરિવારનો એક પર્વ શ્રી પુરષોત્તમ ઉપાધ્યાય ને સમર્પિત કરવામાં આવ્યો હતો.જેમાં તેમના સદાબહાર ગીતોને ગાવામાં અને માણવામાં આવ્યા હતા.અવસરના મંચ પરથી ગુજરાતી સંગીતની એક મહાન વિભૂતિને નામ આ પર્વ રજુ થયો.

૯મી જાન્યુઆરી ૨૦૧૧ ના ગુજરાતી સાહિત્ય પરિષદમાં યોજાયેલા આ પર્વમાં કુલ ૧૯ કૃતિઓ રજુ થઇ હતી. હિરેન બ્રહ્મભટ્ટએ હવે મંદિરના બારણા ઉઘાડો, ઉષા આખાણીએ ઉંચી મેડી તે મારા સંતની રે, નિજા ત્રિપાઠીએ હૈયા ને દરબાર વણથંભી, જગદીશ સોનીએ જ્યારે સહુ કહે છે જા, ત્યારે વિસામો મારી મા…,આર્જવી પંડ્યાએ હરિ તમે તો સાવ જ અંગત, ચંદ્રકાંત બારોટે કોણ કહે છે લક્ષ્ય વિંધો કોઇ એવો, છાયા શાહે મને રૂપાની ઝાંઝરી ઘડાવ, પૂજા રાવલે પાન લીલું જોયુને તમે યાદ આવ્યા, પૂજા અને ગૌરાંગભાઇએ પ્રેમમાં ચાલને ચકચુર થઇ ચાલ્યા કરીએ, ગૌરાંગ શાહે તારો છેડલો તુ માથે રાખને, પ્રિયંકાએ ચકરાવો લેતા કોઇ પંખીની જેમ મને, કાંક્ષિતે જાણી બુઝીને તમે અળગા ચાલ્યાને છતા, પ્રિયંકા અને કાંક્ષિતે એવા ફરી એ બાગમાં ફુલો, યજ્ઞાંગ અને કાંક્ષિતે તક્દીર ખુદ ખુદા એ, યજ્ઞાંગ પંડ્યાએ ખુશ્બુમાં ખીલેલા ફુલ હતાં,મોનાલી રાજગુરૂએ એક વાર શ્યામ તારી મોરલી વગાડી દે, ઝરણાબેને જન્મો જનમની આપણી સગાઇ, રવીન્દ્ર પંડ્યાએ કોક વાર આવતા ને જાતા મળો છો એમ અને અવસર પરિવાર – મેલ્સે  નહિ રે જાણેલી, કદી નહી રે માણેલી, કૃષ્ણ સુદામાની જોડી કોરસ રજુ કર્યાં હતાં

:મેહુલો ગાજે ને માધવ નાચે…..ભક્તિ ના ચોમાસામાં ભીંજાતા કૃષ્ણ ના ગીતો:-

અવસરના મંચ પર અનેક સફળ પર્વ યોજાયા બાદ તેનો એક પર્વ કૃષ્ણ અને વરસાદ ને સમર્પિત કરવામાં આવ્યો હતો.અવસર પરિવાર ના મંચ પરથી કૃષ્ણ અને ચોમાસાને લગતા અનેક ગીતો ની ધોધમાર વર્ષા કરી ને શ્રોતાઓ ને રસતરબોળ કરી દીધા હતા.

૨૮મી ઓગસ્ટ ૨૦૧૧ ના ગજ્જર હોલમાં યોજાયેલા આ પર્વમાં કુલ ૧૯ કૃતિઓ રજુ થઇ હતી. જેમાં હ્રુત્વા પાર્થે ર્મેહુલો ગાજેને માધવ નાચે, પ્રવિણાબેન-ઉષાબેન-છાયાબેને      વૃન્દાવનમાં થનગાટ થનક થૈ થૈ થૈ, પ્રિયંકા-કાંક્ષિતે વાંસનાં વનમાંથી વાતો પવન, ચિતરંજન મહેતાએ ફુલ કહે છે ભમરાને માધવ ક્યાંય નથી, મોસમ-મલ્કાએ આજ વરસ્યો વરસાદ ઉપર વાસમાં, મોનાલી રાજગુરૂએ માણીગર મોરલીવાલો, જગદીશ સોની        એ રાધા તારા ડુંગરિયામાં બોલે, પૂજા રાવલે રાધાનું નામ તમે, છાયા શાહે આંખોમાં બેઠેલા ચાતક કહે છે, નિનાદ બુચે      તમે ચરાવવા આવો મારા, બીજલ મેહતાએ      મુને એકલી જોઇને કહાને, ગૌરાંગ-કાંક્ષિતે કૃષ્ણ સુદામાની જોડી, ડો.ઝરણા શાહે ઓલ્યા કાલિયા કામણગારાએ, નીલ વ્યાસે કૃષ્ણ ભગવાન હાક્યા દ્વારિકાએ, કિશોરે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, કોરસમાં રંગલો અને આ વાયરાના તોફાને આવેલા વરસાદે રજુ કર્યાં હતાં. અભિ અને ભૂષણે કંઇક ઢીંચાકનાં કર્ટેન રેઇઝર ને રજુ કર્યું હતું અને મસ્ત પવનને પકડી લઉં કોરસ ઓન ટ્રેક ગવાયું હતું. તેમજ અરવિંદ વેગડાએ ભાઇ ભાઇનું લોન્ચ અવસરમાં કર્યું હતું.

:રંગભૂમિ ના રસભર ગીતો……જૂની ગુજરાતી રંગભૂમિ ના ગીતો:-

ગુજરાતી સંગીતમાં ભુલાઈ ગયેલા જુના ગીતો અને ફિલ્મો ને આ પર્વ માં સમાવવામાં આવ્યા હતા.આ પર્વ માં દરેક શ્રોતાઓને એક ઓપેરા બૂક પણ આપવામાં આવી હતી,જેમાં મંચ પર થી ગવાતા ગીતો તેઓ સાથે ગાઈ શકે.મજાની વાત તો એ છે કે ૧૦૦ વર્ષ જુના ગીતો સાંભળી ને આજના યુવાનોએ દરેક ગીતને once more કર્યું હતું.

૫મી ફેબ્રુઆરી ૨૦૧૨ના ગજ્જર હોલમાં યોજાયેલા આ પર્વમાં કુલ ૧૭ કૃતિઓ રજુ થઇ હતી. જેમાં કાંક્ષિતે પ્રથમ ગણપતીનુ નામ અમે ધરિયે ફરી, પ્રિયંકાએ હ્રદયના શુધ્ધ પ્રેમીને, નીલ-ઉષાબેને ના બોલુ,ના બોલુ,ના બોલુ રે, કિશોરે અલી હુરબાઇની મા,અલી હુરબાઇની મા, નિજાબેન-ગૌરાંગભાઇએ છોટી મટકી કા મોલ કરો કોઇ, છાયાબેને વિજળીના ચમકારે મોતીડા, ભુષણે લેજો લેજો રે લેજો લેજો રે, યજ્ઞાંગ-કાંક્ષિતે       એક સરખા દિવસ સુખનાં કોઇના, ગૌરાંગભાઇએ કોયલ કેમ નથી બોલતી રે, પ્રિયંકા-કાંક્ષિતે સાયબો મારો ગુલાબનો છોડ, પૂજા-નિજાબેને મીઠા લાગ્યા રે મુજને આજના ઉજાગરા, પૂજા-ગૌરાંગભાઇએ ઝટ જાઓ ચંદન હાર લાઓ, યજ્ઞાંગે હું એ નટરાજ છુ, શંકર મહાદેવના જેવડો, નિજાબેને પ્રિતમજી એના મોકલે, કિશોર-પૂજાએ મોરલો સનેડો અને ફિમેલ કોરસમાં મોહે પનઘટ પે નંદલાલની રજુઆત થઇ હતી.

:ફિલ્લમ ફિલ્લમ:-

ગુજરાતી સંગીત સાથે નીજાનંદ કરતા અવસર પરિવાર તેના મંચ પર થી “ફિલ્લમ ફિલ્લમ” પર્વ રજુ કર્યું જેમાં ગુજરાતી ફિલ્મો ના સદાબહાર ગીતો રજુ થયા.અને ઉપસ્થિત સૌને પણ નીજાનંદ કરાવ્યો.

૨૯મી નવેમ્બર ૨૦૧૧ના રવિશંકર રાવલ કલા કેન્દ્રમાં યોજાયેલા આ પર્વમાં કુલ   કૃતિઓ રજુ થઇ હતી.

૧૦ . મરીઝ પર્વ :-

ગુજરાતી ભાષા ના અનન્ય શાયર મરીઝ ની ગઝલો નું પઠન અને એની સંગીતમય રજૂઆત નો આહ્લાદક સંગમ પીરસાયો . અવસર નો આ પર્વ રવિશંકર રાવળ કલાભવન માં યોજાયો, જ્યાં બહોળી સંખ્યા માં લોકો ની હાજરી ના કારણે  લોકો એ ફર્શ પર બેસી ને પણ સમગ્ર કાર્યક્રમ ને વધાવી લીધો .પર્વ માં સમગ્ર માહોલ મરીઝમય બન્યો અને લોકો એ આ પર્વ અંતઃકરણ પૂર્વક માન્યો .

૮મી જુલાઇ ૨૦૧૨ના રવિશંકર રાવલ કલા કેન્દ્રમાં યોજાયેલા આ પર્વમાં કુલ ૧૪ કૃતિઓ રજુ થઇ હતી. ઉષા આખાણીએ ઓ સિતમગર દાદ તો દે મારીઈ તરકીબને, કરણ રાવતે તને જોયા કરું છું પણ જીવન મોકા નથી મળતા, ગૌરાંગ શાહે મને એવી રીતે કઝા યાદ આવી, પૂજા રાવલે એવો કોઇ દીલદાર જગતમાં નજર આવે, મહેન્દ્ર-બલરાજે નથી કોઇ તારામાં વિધિ મદીરા, નિજા ત્રિપાઠીએ જીદગીને જીવવાની ફિલસુફિ સમઝી લીધી, પ્રિયંકા મુન્શીએ જીવન મરણ છે એક, કાંક્ષિત મુન્શીએ જ્યારે કલા કલા નહી જીવન બની જશે, સુહાની શાહે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, નિલ વ્યાસે હું ક્યાં કહુ છું આપની કે હા હોવી જોઇએ, હસમુખ બારોટે આજ મેં લક્ષ્મીની તાસ્વીર ને વેચી નાંખી, નિનાદ બૂચે જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, કિશોરભાઈએ બસ ઓ નિરાશ દિલ એ હતાશા ખરાબ છે અને ભુષણ મહેતાએ પ્રેમમાં ખેંચાણ છે એવી ગઇ શ્રધ્ધા મનેની રજુઆત કરી હતી.

૧૧. ધાંધલ ધમાલ ગુજરાતી કમાલ :-

ગુજરાતી ભાષા સંગીત ના અનેક રંગોમાનો એક એટલે ધાંધલ ધમાલ અને મસ્તી . અવસર ના આ પર્વ માં ગુજરાતી ભાષા ના ધમાલિયા અને રંગીન મૂડ ના ગીતો એ ગજબ ટેમ્પો જમાવ્યો . શ્રોતાઓ ના દિલ માંથી ચૂંટાઈ ચૂંટાઈ ને રજુ થતા હોય ,એમ દરેક ગીતો ને ફરી ને ફરી રજુ કરવાની ફરમાઈશો થઇ .

૧૨. સુરેશ દલાલ :-

આપણી ભાષા ના મૂર્ધન્ય કવિ સુરેશ દલાલ ના ગીતો ની રજૂઆત નો આ પર્વ , કવિ ને અવસર પરિવાર તરફથી હૃદયાંજલિ રૂપે ઉજવાયો . લોકો એ કવિ શ્રી સુરેશ દલાલ ના ઊર્મિસભર ગીતો /કાવ્યો ને સંગીત ના સથવારે મનભર માણ્યા . કૃષ્ણમય , પ્રેમમય , ગુજરાતીમય બનેલા માહોલ ના સંમોહન ની સાબિતી એટલી જ કે , કાર્યક્રમ પૂરો થતા સમયે પણ હોલ પૂરે પૂરો ભરેલો હતો .

૧૩.ફાગણ ફોરમતો આવ્યો :- ફાગણ ના ફાગ ને વધાવતો આ પર્વ  ‘સ્પોર્ટ્સ ક્લબ’ ના વિશાળ પરિસર માં  હોળી પૂર્વે યોજાયો . ફાગણ મહિના સાથે જોડાયેલ , નવ સર્જન , નાવીન્ય , બદલાવ , નવી શરૂઆત નો ઉત્સાહ , એ દરેક ભાવ પર્વ ના એક એક ગીત માં રજુ થયા . ખુલ્લા આકાશ ની નીશ્રા માં લોકો એ ગુજરાતી સંગીત ને મનભર માણ્યું .