અવસર કાવ્યોત્સવ

આગામી કાવ્યોત્સવ: તારીખઃ 12-6-11 સમયઃ 5: 30 pm, સ્થળઃ અક્ષર પ્રાથમિક શાળા,

“આદિલ” યે “વલી” હી કી દુઆઓં કા અસર હૈ,

ફિર ગર્મે સુખન મેહફિલે ગુજરાત હુઈ હૈ.

“કાવ્યોત્સવ” – કાવ્ય નામે ઉત્સવ કે કાવ્યનો ઉત્સવ સમાસ ગમે તે કરો, અહીં સાચી કવિતા ત્યાં જ છે જ્યાં શબ્દ તેના અર્થને અતક્રમી જાય. આ એ જ કવિતાને વધુ સારી રીતે સમજી, શીખી અને ઓળખી શકાય તે માટે “અવસર પરિવાર” દ્વારા “કાવ્યોત્સવ”  ઉજવવામાં આવે છે, જેમાં જુના-નવા કવિઓ આવીને પોતાની રચનાઓ સંભળાવે, કવિતા વિશેની ચર્ચા થાય અને કવિતા વિશે સાચી અને સારી સમજણ પ્રસરે.

“ગઝલ કે ગીતને એ વારાફરથી પહેરે છે,

કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?.

– ઉદયન ઠક્કર

કાવ્યોત્સવમાં ગઝલ કે ગીત સિવાય અન્ય કાવ્યપ્રકારોની ચર્ચા કરવાનું પણ આયોજન છે. ગુજરાતી ભાષા, વ્યાકરણ વિશે જાગ્રુતિ લાવવાનું પણ અભિપ્રેત છે.ભવિષ્યમાં કાવ્યનાં પ્રકારો અને કાવ્યનાં પ્રકારો ઘડવામાં મદદરૂપ એવા છંદ, લય વગેરે શીખવા માટ દિગ્ગજ કવિઓ દ્વારા વર્કશોપનું આયોજન તથા નક્કી કરેલા વિષય પર દરેકનું કવિતાલેખન જેવા સંકલ્પ કરેલાં છે. આ કાવ્યોત્સવ દર મહિને એક વખત યોજાય છે. કવિતા સાથે કોઈપણ રીતે જોડાયેલ દરેક જણ આવકાર્ય છે. ઉમાશંકર જોશી કેહતાં કે કવિતા એટલે,

ક = કે જેમાં કલ્પન હોય

વિ = કે જેમાં વિષય હોય

તા = જે કોઈને તાબે ના થાય.

કવિતાની આ વ્યાખ્યાને વધુ સમજવાનો અને આત્મસાત કરવાનો આ પ્રયાસ “અવસ્રર પરિવાર”ને તેનાં સવાંતઃસુખાયનાં હેતુંથી થોડું અળગું કરીને સાહિત્યઃસુખાય તરફ વાળે છે.

અવસર કવ્યોત્સવ દર મહીનાનાં બીજા શની અથ્વા રવી વારે યોજાય છે, સ્થળઃ અક્ષર પ્રાથમિક શાળા, શ્રી નગર સોસાયટી, કેષવબાગ વાડી સામે, સ્વિમીંગ પુલ પાસે, નવા વાડજ, અમદાવાદ

વધુ વીગતો માટે તાહા મન્સુરીનો સંપર્ક કરવોઃ તાહાઃtahamansuri1989@gmail.com