માણેલી બેઠકો

સાતમી બેઠક :  ૨૬મી માર્ચ ૧૧ (ફોટોગ્રાફ જોવા અહીં ક્લીક કરો)

અવસરની સાતમી બેઠક ભુષણને ઘરે ૨૬મી માર્ચ શનિવારે રાત્રે ૯ કલાકે યોજાઇ હતી. અવસરની સાતમી બેઠક માં લગભગ ૬૦ થી ૭૦ લોકોએ હાજરી આપી હતી. હાજર રહેલ પરિવારના સભ્યોમાં ઘણા નવા સભ્યો હતાં.

બેઠકની શરૂઆત પ્રાર્થનાથી થઇ. અવસર પરિવારનાં સભ્યોએ કાવ્ય પઠન દ્વારા કવિતા અને ગઝલ સંભળાવી. જેમા સ્વ-રચીત તેમજ અન્ય કવિઓની રચનાઓ રજુ થઇ હતી. ૧૭ સભ્યોએ મળીને ગીત અને ગઝલ સંભળાવીને લોકોને પ્રફુલ્લીત કર્યાં હતાં.

કાંક્ષીત, જગદિશભાઇ, નિનાદ બુચ, પાવક ત્રિવેદી, યોજો, પ્રજાપતિભાઇ, યજ્ઞાંગ, અને ચન્દ્રકાન્ત વ્યાસએ ગીત અને ગઝલ સંભળાવીને લોકોને મઝા કરાવી હતી.

હિમશિલા ત્રિવેદી, યોગેન્દુ જોષી , તાહા મન્સુરી , ફાલ્ગુની મહીડા અને વિધિ પટેલે કાવ્ય પઠન કર્યું હતું.

અભિષેક અને પાર્થ કી બોર્ડ અને હાર્મોનિયમ, તેમ જ કિર્તને તબલા પર સાથ આપ્યો હતો. આદીત્યભાઈએ તબલા ઢોલક તે જ જગદિશભાઈ અને યજ્ઞાંગે પણ હાર્મોનિયમ પર સાથ આપ્યો હતો

આમ સમગ્ર અવસર પરિવારે ભુષણને ઘરે સાતમી બેઠકમાં મઝા માણી હતી.

છઠ્ઠી બેઠક :  ૨૬મી ફેબ્રુઆરી ૧૧ (ફોટોગ્રાફ જોવા અહીં ક્લીક કરો)

અવસરની છઠ્ઠી બેઠક વિશ્વાસને ઘરે ૨૬મી ફેબ્રુઆરીને શનિવારે રાત્રે ૮ : ૩૦ કલાકે યોજાઇ હતી. અવસરની છઠ્ઠી બેઠક માં લગભગ ૫૦ થી ૬૦ લોકોએ હાજરી આપી હતી. હાજર રહેલ પરિવારના સભ્યોમાં ઘણા નવા સભ્યો હતાં.

બેઠકની શરૂઆત પ્રાર્થનાથી થઇ. દીલિપભાઇએ જોક્સ વડે લોકોને પ્રફુલ્લિત કર્યાં. અવસર પરિવારનાં સભ્યોએ કાવ્ય પઠન દ્વારા કવિતા અને ગઝલ સંભળાવી. જેમા સ્વ-રચીત તેમજ અન્ય કવિઓની રચનાઓ રજુ થઇ હતી. ૧૭ સભ્યોએ મળીને ગીત અને ગઝલ સંભળાવીને લોકોને પ્રફુલ્લીત કર્યાં હતાં.

કાંક્ષીત, જગદિશભાઇ, હરકુન, હાર્દીક પુરોહીત, સિધ્ધાર્થ, ગૌરાંગભાઇ, પુજા રાવલ, રુત્વા અને હાર્દીક ત્રિવેદીએ ગીત અને ગઝલ સંભળાવીને લોકોને મઝા કરાવી હતી.

દીલિપભાઇ, તાહા મન્સુરી , બીજલ, જાનકી, કાંક્ષીત, પુજા મહેતા અને મલયએ કાવ્ય પઠન કર્યું હતું. જ્યારે કંસારાદાદાએ ખુબ જ સુંદર તબલાવાદનથી લોકોનાં મન મોહી લીધાં હતાં.

અભિષેક અને પાર્થ કી બોર્ડ અને હાર્મોનિયમ, તેમ જ કિર્તને તબલા પર સાથ આપ્યો હતો.

આમ સમગ્ર અવસર પરિવારે વિશ્વાસને ઘરે છઠ્ઠી બેઠકમાં મઝા માણી હતી.

પાંચમી બેઠક : ૨૯મી જાન્યુઆરી ૧૧ (ફોટોગ્રાફ જોવા અહીં ક્લીક કરો)
અવસરની પાંચમી બેઠક હાર્દીકભાઇને ઘરે ૨૯મી જાન્યુઆરીને શનિવારે રાત્રે ૮ ૩૦ કલાકે યોજાઇ હતી. અવસરની પાંચમી બેઠક માં લગભગ ૨૦ થી ૩૦ લોકોએ હાજરી આપી હતી. હાજર રહેલ પરિવારના સભ્યોમાં ઘણા નવા સભ્યો હતાં. બેઠકની શરૂઆત પ્રાર્થનાથી થઇ. અવસર પરિવારનાં સભ્યોએ કાવ્ય પઠન દ્વારા કવિતા અને ગઝલ સંભળાવી. જેમા સ્વ-રચીત તેમજ અન્ય કવિઓની રચનાઓ રજુ થઇ હતી.

કાંક્ષીત, રવિન્દ્રભાઇ, હરેશભાઇ અને હાર્દીકભાઇએ ગીત અને ગઝલ સંભળાવીને લોકોને મઝા કરાવી હતી.

યોગેન્દુ જોષી અને જાનકીએ કાવ્ય પઠન કર્યું હતું.

આદીત્યભાઇએ તબલા તેમજ ઢોલક પર સાથ આપ્યો હતો.

વધુ વિગતો ટુંક સમયમા મળશે…

ચોથી બેઠક : ૧લી જાન્યઆરી ૨૦૧૧

અવસરની ચોથી બેઠક યજ્ઞાંગને ઘરે ૧લી જાન્યઆરી ને શનિવારે રાત્રે ૮ ૩૦ કલાકે યોજાઇ હતી. અવસરની ચોથી બેઠકમાં લગભગ ૫૦ થી ૬૦ લોકોએ હાજરી આપી હતી. હાજર રહેલ પરિવારના સભ્યોમાં ઘણા નવા સભ્યો હતાં.

બેઠકની શરૂઆત પ્રાર્થનાથી થઇ. અવસર પરિવારનાં સભ્યોએ કાવ્ય પઠન દ્વારા કવિતા અને ગઝલ સંભળાવી. જેમા સ્વ-રચીત તેમજ અન્ય કવિઓની રચનાઓ રજુ થઇ હતી. હાજર રહેલ દરેક સભ્યોએ મળીને ગીત અને ગઝલ સંભળાવીને લોકોને પ્રફુલ્લીત કર્યાં હતાં.

રેવંતભાઇ, નયનેશભાઇ, ધ્વનિત, રવિન્દ્રભાઇ,જગદીશભાઇ, હરેશભાઇ, પુજા, આર્જવી, મોનલીબેન અને નેહાબેનએ ગીત, ગઝલ અને ભજન સંભળાવીને લોકોને મઝા કરાવી હતી.

તાહા મન્સુરી, વિનયભાઇ, નીલ, ગિરિશભાઇ, જતીનભાઇ, ચિંતન તેમ જ કિર્તિભાઇ એ કાવ્ય પઠન કર્યું હતું. રવિન્દ્રભાઇએ ફેસબુક દ્વારા તેમને અવસર પરિવારના બે સભ્યોએ મોકલાવેલ કાવ્યનું પઠન કર્યું હતું.

કિર્તને અને વિશ્વાસે તબલા, અભિષેક અને નયનેશભાઇએ હાર્મોનિયમ તેમ જ ધ્વનિતે ગિતાર પર સાથ આપ્યો હતો. કેવિને સમગ્ર બેઠકનાં ફોટોગ્રાફ્સ લીધાં હતાં.

આમ સમગ્ર અવસર પરિવારે યજ્ઞાંગને ઘરે  ચોથી બેઠકની જાન્યઆરીની ઠંડીમાં ગરમ કરી દે તેવી મઝા માણી હતી.

તૃતિય બેઠક:૨૮મી નવેમ્બર ૨૦૧૦

અવસરની તૃતિય બેઠક કેવિનને ઘરે ૨૮મી નવેમ્બર ને શનિવારે રાત્રે ૯ કલાકે યોજાઇ હતી. અવસરની તૃતિય બેઠકમાં લગભગ ૩૦ થી ૪૦ લોકોએ હાજરી આપી હતી. હાજર રહેલ પરિવારના સભ્યોમાં ઘણા નવા સભ્યો હતાં.

બેઠકની શરૂઆત પ્રાર્થનાથી થઇ. અવસર પરિવારનાં સભ્યોએ કાવ્ય પઠન દ્વારા કવિતા અને ગઝલ સંભળાવી. જેમા સ્વ-રચીત તેમજ અન્ય કવિઓની રચનાઓ રજુ થઇ હતી. હાજર રહેલ દરેક સભ્યોએ મળીને ગીત અને ગઝલ સંભળાવીને લોકોને પ્રફુલ્લીત કર્યાં હતાં.

કાંક્ષીત, ધ્વનિત, રવિન્દ્રભાઇ,યોગેન્દુભાઇ, યશભાઇ, પુજા, ઝરણાબેન અને વિધિએ ગીત, ગઝલ અને ભજન સંભળાવીને લોકોને મઝા કરાવી હતી.

તાહા મન્સુરી તેમ જ યોગેન્દુ જોષી એ કાવ્ય પઠન કર્યું હતું.

કિર્તને તબલા તેમ જ ધ્વનિતે ગિતાર પર સાથ આપ્યો હતો. કેવિને સમગ્ર બેઠકનાં ફોટોગ્રાફ્સ લીધાં હતાં.

આમ સમગ્ર અવસર પરિવારે કેવિનને ઘરે  ત્રુતિય બેઠકમાં મઝા માણી હતી.

દ્વિતિય બેઠક: ૨૪મી ઓક્ટોબર ૧૦ (ફોટોગ્રાફ જોવા અહીં ક્લીક કરો)

અવસરની દ્વિતિય બેઠક કાંક્ષીતને ઘરે ૨૪મી ઓક્ટોબરને રવિવારે રાત્રે ૯ કલાકે યોજાઇ હતી. અવસરની દ્વિતિય બેઠક માં લગભગ ૫૦ થી ૬૦ લોકોએ હાજરી આપી હતી. હાજર રહેલ પરિવારના સભ્યોમાં ઘણા નવા સભ્યો હતાં.

બેઠકની શરૂઆત પ્રાર્થનાથી થઇ. અવસર પરિવારનાં સભ્યોએ કાવ્ય પઠન દ્વારા કવિતા અને ગઝલ સંભળાવી. જેમા સ્વ-રચીત તેમજ અન્ય કવિઓની રચનાઓ રજુ થઇ હતી. ૧૬ સભ્યોએ મળીને ગીત અને ગઝલ સંભળાવીને લોકોને પ્રફુલ્લીત કર્યાં હતાં.

કાંક્ષીત, ધ્વનિત, રવિન્દ્રભાઇ, જગદિશભાઇ, યજ્ઞાંગ, અજય, હરકુન, પક્ષમન, નંદિશ, ગૌરાંગભાઇ, પુજા, તનુજાબેન અને પ્રિયંકા એ ગીત, ગઝલ અને ગરબા સંભળાવીને લોકોને મઝા કરાવી હતી. દીલિપભાઇએ જોક્સ વડે લોકોને પ્રફુલ્લિત કર્યાં.

અજય, તાહા મન્સુરી , કાંક્ષીત, ભુષણએ કાવ્ય પઠન કર્યું હતું. જ્યારે રૂપારેલદાદાએ ખુબ જ સુંદર વાંસળીવાદનથી લોકોનાં મન મોહી લીધાં હતાં.

અભિષેક, કિર્તને હાર્મોનિયમ, તબલા તેમ જ આદિત્યભાઇ અને વિશ્વાસે તબલા અને ઢોલક પર સાથ આપ્યો હતો.. કેવિને સમગ્ર બેઠકનાં ફોટોગ્રાફ્સ લીધાં હતાં.

આમ સમગ્ર અવસર પરિવારે કાંક્ષીતને ઘરે દ્વિતિય બેઠકમાં મઝા માણી હતી.

દ્વિતિય બેઠક ના ફોટોગ્રાફ જોવા અહીં ક્લીક કરો

પ્રથમ બેઠક: ૨૫મી સપ્ટેમ્બર ૧૦ (ફોટોગ્રાફ જોવા અહીં ક્લીક કરો)

અવસરની પ્રથમ બેઠક રવિન્દ્રભાઇને ઘરે ૨૫મી સપ્ટેમ્બરને શનિવારે રાત્રે ૯ કલાકે યોજાઇ હતી. “અવસર બેઠ્ક” ના પ્રથમ પ્રયોગ માં લગભગ ૮૦ થી ૯૦ લોકોએ હાજરી આપી હતી.હાજર રહેલ પરિવારના સભ્યોમાં ઘણા નવા પણ હતાં.

બેઠકની શરૂઆત પ્રાર્થનાથી થઇ. કુલ ૧૦ સભ્યોએ કાવ્ય પઠન દ્વારા કવિતા અને ગઝલ સંભળાવી. જેમા સ્વ રચીત તેમજ અન્ય કવિઓની રચનાઓ રજુ થઇ હતી. ૧૪ સભ્યોએ મળીને ૨૨ ગીત અને ગઝલ સંભળાવીને લોકોને પ્રફુલ્લીત કર્યાં હતાં. ગુજરાતી કાવ્ય ફલક પર ઉભરતા કવિ શ્રી અનીલ ચાવડા અવસર ની પ્રવ્રુત્તી થી પ્રભાવીત થઇ, પ્રથમ બેઠક થી અવસર સાથે જોડાયા.

કાંક્ષિત, રવિન્દ્રભાઇ, યજ્ઞાંગ, હિરેનભાઇ, પાવક, પક્ષમન, નંદિશ, ગૌરાંગભાઇ, નિહારભાઇ, પુજા, પ્રિયંકા, દેવાંશી અને ધ્રુવા એ ગીત, ગઝલ અને ગરબા સંભળાવીને લોકોને મઝા કરાવી હતી.

અનિલ ચાવડા, તાહા મન્સુરી , નિશાંક મોદી, યોગેન્દુ જોષી, ભુષણ, હિમશૈલા ત્રિવેદી, આરતી બોરીયા એ કાવ્ય પઠન કર્યું હતું.

અભિષેક, કિર્તને હાર્મોનિયમ, તબલા પર સાથ આપ્યો હતો. વિવેકભાઇ અને કેવિને સમગ્ર બેઠકનાં ફોટોગ્રાફ્સ લીધાં હતાં.

અને આમ સમગ્ર અવસર પરિવારે રવિન્દ્રભાઇને ઘરે પ્રથમ બેઠકમાં મઝા માણી હતી.

પ્રર્થમ બેઠક ના ફોટોગ્રાફ જોવા અહીં ક્લીક કરો