આમંત્રણ -આગામી કાર્યક્રમ:

અવસરપર્વ: આગામી પર્વમા ગાયક, વાદક કે સંચાલ તરીકે ભાગ લેવા અહી ક્લીક કરો અવસર બેઠક: ૨૮મી માર્ચ, ૦૮ ૩૦ કલાકે, 

  • ૨૩, જયનગર સોસાયટી, સરદાર પટેલ હોસ્પીટાલ પાસે, રામબાગ, મણીનગર, અમદાવાદ – ૩૮૦૦૦૮,
  • સંપર્ક: ૯૮૭૯૫૪૨૫૦૫. બેઠકમા હજરી આપવા અહી ક્લીક કરો

વધુ માહિતી માટે અવસર નો સંપર્ક સાધો. સંપર્ક કરવા અહી ક્લીક કરો.

અવસર સાથે જોડાઓ:

અવસર પરિવાર તે ગુજરાતી સંગીત, સાહીત્ય અને ગુજરાતી હોવાપણાનો મંચ છે. એક એવું ગ્રૂપ કે જેનો મુળ હેતુ માત્ર ‘મોજ’ કરવાનો  છે. ગુજરાતી સાહીત્ય તથા ગુજરાતી સુગમ સંગીતની મોજ, અવસરમાં  જોડાવા માટે કોઇ પણ પ્રકારની ફી કે નાણાંકીય યોગદાનની જરૂર નથી. આપ પણ અવસરને આગળ ધપાવવા અવસરમાં જોડવો અને ગુજરાતી ગીતસંગીતને જીરવવા સાથે મોજ કરવા સાથે આવો.

અવસર પરિવાર આપનો સદૈવ આભરી છે. વધુ વીગત માટે અહીં ક્લીક કરો.

અવસરપર્વ:

અવસરપરિવાર દર ત્રણ મહીનાનાં અંતરે સુગમ સંગીતનો પર્વ ઉજવે છે. જેમાં તેનાં તમામ સભ્યો ભાગ લે છે. અવસરનાં મંચ પર સંગીત પીરસતાં સંગીતકારો, ગાયકો, કવિઓ તથા એંકર માત્ર ને માત્ર “સ્વાન્તઃ સુખાય” એટલે કે નિજાનંદ માટે જોડાયા છે. ના કોઇ લોભ કે ના કંઇ મેળવવાની લાલચ, માત્ર “Pure Soul Satisfaction”.

અવસર પારિવારે સાથે માણેલા (વિતેલા) પર્વો ની માહીતી માટે અહી ક્લીક કરો.

અવસર ના આગામી પર્વ વિશે જાણવા અહી ક્લીક કરો.

અવસર બેઠક

અવસર પરિવાર આપને આવકારે છે અવસરની માસીક બેઠકમા. દર મહીને અવસર પરિવારના અલગ અલગ સભ્યોને ઘેર બેઠક યોજવાનું પ્રયોજન છે, આ બેઠકમા, પોતાની મરજી નુ ગીત ગાઇ શકે છે, ઇચ્છા ના કાવ્યો સંભળાવી શકે છે.

મનમા અવે તે, મન ફાવે તેમ ગાવા તથા કેહવા ની છુટ, સાથે મળી ને પ્યોર મસ્તી.

અવસર પારિવારે સાથે માણેલી બેઠક ની માહીતી માટે અહી ક્લીક કરો.

આગામી બેઠક મા હાજર રેહવા અહીં ક્લીક કરવા વીનંતી.

અવસર કાવ્યોત્સવ

“કાવ્યોત્સવ” – કાવ્ય નામે ઉત્સવ કે કાવ્યનો ઉત્સવ સમાસ ગમે તે કરો, અહીં સાચી કવિતા ત્યાં જ છે જ્યાં શબ્દ તેના અર્થને અતક્રમી જાય. આ એ જ કવિતાને વધુ સારી રીતે સમજી, શીખી અને ઓળખી શકાય તે માટે “અવસર પરિવાર” દ્વારા “કાવ્યોત્સવ” ઉજવવામાં આવે છે, જુના-નવા કવિઓ આવીને પોતાની રચનાઓ સંભળાવે, કવિતા વિશેની ચર્ચા થાય અને કવિતા વિશે સાચી અને સારી સમજણ પ્રસરે.

અવસર ના આગામી કાવ્યોત્સવ વિશે જાણવા અહી ક્લીક કરો