અવસર એટલે?

.

સપનાની ભીડ મા ખોવાતો માણસ, પોતીકા સપનાને શોધે,

અંતરમા ઉગેલા કા’નજી ને છોડીને, પથ્થર મા ઈશ્વરને શોધે.

:પૌલીન શાહ

.

ઇશ્વર એ કલાકાર છે…અને દરેક મા આ કલાકાર રહેલો છે. આ આત્મા નો કલાકાર જ્યારે બહારના વતાવરણ સાથે સંગમ સાધે છે, ત્યારે દરેક વ્યક્તિ આપોઆપ… કા’નજી, અલ્લાહ કે ઇશુ નો એક ભાગ થઈ જાય છે, અને આખુ વાતાવરણ એક ‘અવસર’ બની જાય છે.

કોઇ પણ પ્રકારની નાણાંકીય લેવડ દેવડ વગર ચાલતાં અવસર પરિવારનું બળ તેનાં સભ્યો અને મિત્રો નો પ્રેમ છે.

અવસર મા જોડાવાની ફી આપ નો પ્રેમ ને ગુજરાતી પ્રત્યેનો લગાવ માત્ર છે….

આપ પણ અવસરને આગળ ધપાવવા અવસરમાં જોડવો અને ગુજરાતી ગીત સંગીતને જીરવવા સાથે મોજ કરવા સાથે આવો. અવસર પરિવાર આપનો સદૈવ આભરી છે. અવસર પરિવાર ના કાર્યક્રમોની વીગતો, સભ્યો ને ઇ-મેલ, એસ.એમ.એસ  અને ફેસબુક દ્વારા જણાવાય છે, આપ પણ જો અવસરનાં કાર્યક્રમોમાં હાજરી આપવા ઇચ્છ્તા હો તો અવસરના સભ્ય બનો…

.